top of page

EVENTS
-ENSUING EVENTS:

1. Sahchintan Shibir on Shrimad Bhagavad Gita Shankar Bhashya, 4th chapter is

    scheduled to be held from 5 p.m. on 28th November  and will conclude at 6 p.m. on

    3rd December,2021. Those friends proposing to join may please enrol their names

    on or before 15th November. The camp donation is Rs. 3000 per person.
    For
 students, it is Rs. 1500. Camp donation can be made in Nandigram's saving account the
    details of which are given separately. Contact Person: Vimalbhai Dave 
    Cell no.
 9909822904

          

    Details for donation deposit : 

    Account name :            NANDIGRAM TRUST

    Bank name :                 BANK of BAROD

    Account number:         08780100006099

    IFCS code :                   BARB0VANVAL

    MICR code :                  396012566

               

OLD EVENTS :

TSS:  photos of Three level health camp physical, mental and spiritual. (Tri Stariya Swasthya Shibir)

          ended on October 17 2021


    

ત્રિસ્તરીય સ્વાસ્થ્ય શિબિર

 

        ફેબ્રુઆરી ૨૦૦૬ની વાત છે. પ.પૂ.ભાઇની દિવ્ય પ્રેરણા તથા પૂ.ઇશામાના આદેશ અનુસાર શરૂ થયેલ પ્રવૃતિ: ત્રિસ્તરીય સ્વાસ્થ્ય શિબિર – એ જીવનને સર્વાંગી સ્વાસ્થ્ય અર્પી શકે તેવી ભાવનાથી શરૂ કરવામાં આવી છે. ભૌતિક પ્રગતિ હોય કે આધ્યાત્મિક વિકાસ... વ્યક્તિનું શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય હોવું અતિ આવશ્યક છે. આથી નંદિગ્રામમાં(લગભગ) પ્રત્યેક માસના ત્રીજા શનિ-રવિ તથા તે અગાઉના શુક્રવારે એમ ૩ દિવસનો આ કાર્યક્રમ કરવામાં આવે છે.

       શારીરિક સ્વાસ્થ્ય માટે સવારે ૧૧/૨ ક્લાક યોગસન, યૌગિક ક્રિયાઓ, પ્રાણાયમ વગેરે અનુભવી યોગાચાર્ય શીખવે છે. વળી, કુદરતને સહારે, આયુર્વેદના મહર્ષિએ દર્શાવેલ આદર્શ જીવનશૈલી તેના મૌલિક સિદ્ધાંતો સાથે આહાર-વિહાર-આચારના ત્રણેય સ્તરે કેવી રીતે અપનાવી શકાય તેની પૂરી સમજણ આપવામાં આવે છે. પૌષ્ટિક, સુપાચ્ય છતાં સ્વાદિષ્ટ ખોરાકનું મહત્વ તથા તે કઇ રીતે બની શકે તેનું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવ સાથે પીરસવામાં આવે છે.

       મનસિક સ્તરે ખાસ કરીને ગમે તે પરિસ્થિતિમાં પણ વ્યક્તિ શી રીતે તેનું માનસિક સંતુલન જાળવી શકે અને તણાવ(stress) નો શિકાર ન બને તે માટે વિશદ ચર્ચાઓ તથા પ્રશ્નોતરીનો સમાવેશ કરવામાં આવે છે. અને અધ્યાત્મ તો નંદિગ્રામનો પાયો છે. તે કોઇ ચર્ચાનો વિષય નથી પરંતુ જીવન જીવનની ઉત્તમ કળા માત્ર છે તે દ્રઢ રીતે સમજાય તે માટે પૂરા પ્રયત્નો નંદિગ્રામ કરે છે. આમાં પ.પૂ.ભાઇ તથા પૂ.ઇશામાની કૃતિઓ તેમજ નંદિગ્રામ સ્થિત સાધનાસ્થળોનો ઘણો મોટો ફાળો છે. ટૂંકમાં ૩ દિવસના ટૂંકા ગાળામાં જીવનની સાર્થક્તા શેમાં છે તેનો પૂરો અભ્યાસક્રમ ટિપ્પણી સહિત ભેટ આપવામાં આવે છે. બાકી પછી તેના ઉપરનો અભ્યાસ તથા ગૃહકાર્ય તો વ્યક્તિએ પોતે કરવાનું હોય !

bottom of page